ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલા સંત શ્રી બ્રહ્મલીન હેમગીરી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે તારીખ 9 જુલાઈ ને બુધવારના રોજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં કલાકાર મિલન પટેલ, ચેતનભા ગઢવી અને માનભા ઉસ્તાદ એન્ડ ટીમ ભજનની રમઝટ બોલાવશે.આ ઉપરાંત તારીખ 10 જુલાઈ ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે સવારે 8 થી 10 કલાક સુધી સત્સંગ, આરતી તથા પૂજનનું આયોજન કરાયું છે. જ્યારે બપોરે 11 કલાકે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે સેવકો, ભક્તોને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.