મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલી રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે તારીખ 6 જુલાઈ ને રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે 1700 જેટલા અલગ અલગ ફૂલ, ફળ અને છોડના રોપાનું વિતરણ કરાયું હતું. જેમાં 959 થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે 8-30 થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રોપા વિતરણમાં રાજનગર યુવા ગ્રુપના લોકોએ ભારે રહેમત ઉઠાવી હતી. આ સાથે ટીમ દ્વારા આ રોપાની યોગ્ય માવજત થાય તે અંગે લોકોને અપીલ કરવામાં આવી હતી.