મોરબી : પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડીયાના બેસણા પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે ગત તા. 5 જુલાઈના રોજ જય દ્વારકાધીશ ફાર્મ, એસ. પી. રોડ, મોરબી ખાતે સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 45 રક્તદાતાઓએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. બેસણા પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરીને ભાલોડીયા પરિવારે સમાજને પ્રેરણા આપી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં અંજનાબેન ભોજાણી, નીતિશભાઈ ભોજાણી, કૌશિકભાઈ ભોજાણી અને ડો. કૃપાલ ભોજાણીએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, ભાલોડીયા પરિવારનો આભાર માન્યો હતો.