લાંબીકૂદ, ઊંચીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક જેવી રમતો રમીને વિદ્યાર્થીઓ ખુશ મોરબી : ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં તા. 5-7-2025 ને શનિવારના રોજ પ્રથમ બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ રમતોના નિયમોથી વાકેફ કરાવ્યા હતા. ત્યારબાદ શાળાનાં તમામ શિક્ષકો દ્વારા ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને વિવિધ રમતો જેવી કે લાંબીકૂદ, ઊંચીકૂદ, ગોળાફેંક, ચક્રફેક વગેરે રમાડવામાં આવી હતી. સરકારના નિયમ મુજબ બેગલેસ ડેની આજે ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ આનંદમયી શનિવારને ખુબ ઉત્સાહથી મનાવ્યો હતો. આજનાં દિવસનાં આયોજન અને તે મુજબના કાર્ય બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.