મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ પેટ્રોલપંપ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સલીમભાઈ હાસમભાઈ પલેજા ઉ.40 રહે.વાવડી રોડ, મોરબી વાળાને રોકડા રૂપિયા 900 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.