મોરબી : પવિત્ર મોહર્રમ પરંપરાગત તાજીયા જુલુસ નિમિત્તે એકતાના પ્રતિક રૂપે હજરત ઈમામ હુસેન (શહીદે કરબલા) ની યાદમાં મોરબી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આવતીકાલે તારીખ 6 જુલાઈ ને રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે તાજીયા જુલુસ વિસર્જન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.વિસર્જન પ્રોગ્રામ મોરબીના નેહરુ ગેટ ચોક ખાતે રવિવાર રાત્રે 9:30 કલાકે યોજાશે. જેમાં હાજરી આપવા મોરબી સુન્ની મુસ્લિમ જમાત શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલરશીદમીંયા હાજી મદનીમીંયાબાપુ કાદરી અને નાયબ શહેર ખતીબ સૈયદ હાજી સિકંદરમીંયા હાજી મદનીમીંયાબાપુ કાદરી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.