પાંચ વર્ષથી આ સમસ્યા હતી, અંતે સ્થાનિકોએ જાતે જ રસ્તો ચાલવા યોગ્ય બનાવ્યોમોરની : મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્ક સોસાયટી પાસે છેલ્લા 5 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે. અહીં કિચડનું સામ્રાજ્ય ફેલાઈ જતા લોકોને હાલાકી પડી રહી હતી. જેથી સ્થાનિકોએ સ્વખર્ચે અહીં મોરમ નખાવી રસ્તાને ચાલવા યોગ્ય બનાવ્યો છે.આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે આ રોડ બનેલો જ હતો. પરંતુ પાછળની સોસાયટીમાં પાણીની લાઈન નાખવા માટે તોડવામાં આવ્યો હતો. ત્યારે તે સોસાયટીવાળાએ એવું કહ્યું હતું કે અમે રોડ બનાવી આપીશું. પરંતુ કોઈએ રોડ બનાવ્યો નહિ. બાદમાં અહીં કાદવને કારણે સૌને ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. એટલે સોસાયટીના લોકોએ જાતે મોરમ નાખી રસ્તાને ચાલવા યોગ્ય બનાવ્યો છે.