મોરબી : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગના 9 સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-2)ને નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ (વર્ગ-1)ની જગ્યા ઉપર બઢતી આપવામાં આવી છે. જેમાં મોરબીના સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસિયાને પણ નાયબ નિયામક તરીકે બઢતી મળી છે.