હળવદ : આજે 5 જુલાઈના રોજ વય વંદના યોજના નોંધણી અભિયાન અંતર્ગત હળવદ તાલુકાના મયુરનગર ગામે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગામના 70 વર્ષથી ઉપરના ઘણા બધા લોકોએ લાભ લીધો હતો અને ત્યાં આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું હતું. જેમાં હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલવાડી, મહામંત્રી ડો. કિશોર કવાડિયા અને મગનભાઈ સીતાપરા, મનુભાઈ આહિર તથા અન્ય ભાજપના આગેવાનો તેમજ PHC ના અધિકારી તરીકે ડો. પરેશ પટેલ, પ્રકાશભાઈ દલવાડી, હિરલબેન ડાંગર, અન્નાબેન મહેતા અને હરિભાઈ હાજર રહ્યાં હતા.