મોરબી : મોરબીમાં આજે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા બાયપાસ પાસે આવેલ મંદિરથી શરૂ થઈ હતી. ત્યાંથી દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, એસપી રોડ, રવાપર ચોકડીથી ઉમિયા સર્કલ થઈ રિટર્ન મંદિરે સમાપ્ત થઈ હતી. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને જગન્નાથજીનો જયકાર બોલાવ્યો હતો.