મોરબી : સરદારધામ- અમદાવાદ અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી દ્વારા સંચાલિત પાટીદાર કરીઅર એકેડેમીના કુલ 16 વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જેમાં પાટીદાર કરીઅર એકેડેમી મોરબી ખાતે તાલીમ મેળવી રહેલ વિદ્યાર્થિની ભૂમિ થોરિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ગ્રુપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને હેડ ક્લાર્ક તરીકે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત 15 વિદ્યાર્થીઓ જીપીએસસી દ્વારા લેવામાં આવેલી ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ 1 અને 2ની પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થયા છે. ત્યારે આ તમામ સફળ વિદ્યાર્થીઓને પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, પાટીદાર મોરબીની પાટીદાર કરીઅર એકેડેમીના 16 વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ મોરબી : સરદારધામ- અમદાવાદ અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી દ્વારા સંચાલિત પાટીદાર કરીઅર એકેડેમીના કુલ 16 વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જેમાં પાટીદાર કરીઅર એકેડેમી મોરબી ખાતે તાલીમ મેળવી રહેલ વિદ્યાર્થિની ભૂમિ થોરિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ગ્રુપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને હેડ ક્લાર્ક તરીકે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત 15 વિદ્યાર્થીઓ જીપીએસસી દ્વારા લેવામાં આવેલી ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ 1 અને 2ની પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થયા છે. ત્યારે આ તમામ સફળ વિદ્યાર્થીઓને પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, પાટીદાર કરીઅર એકેડેમીના ચેરમેન એ.કે. પટેલ અને કો-ઓર્ડીનેટર શીતલબેન આદ્રોજાએ અભિનંદન પાઠવ્યા છે.