મોરબી : મોરબીમાં સામાકાંઠે શોભેશ્વર મંદિર પાસે આવેલી મધુસ્મૃતિ સોસાયટી વિસ્તારમાં વરસાદને કારણે અવાર-નવાર પાણી ભરાઈ જતા હોય તથા વરસાદમાં રોડ રસ્તા ન હોવાથી હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તંત્રને અત્યાર સુધી અનેક રજૂઆત કરી છે. છતાં કોઈ પરિણામનાં મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિકોએ જણાવ્યું કે, મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે અંદાજે 300 થી 400 કુટુંબો વસવાટ કરે છે.હાલ અહીં કિચડનું સામ્રાજ્ય છવાયુ છે. આ દરમ્યાન સોસાયટીના રહીશો, બુજુર્ગો અને બાળકોને સ્કૂલે જવામાં તેમજ મંદિરે જવામાં તકલીફ પડે છે. વરસાદના પાણી ભરાય જાય છે અને આવવા જવામાં મુશ્કેલી થાય છે. ત્યારે આ સમસ્યાનો નિકાલ લાવવા યોગ્ય કાર્યવાહી કરી પાણીના નિકાલ કરવા અંગે તથા રસ્તો રીપેર કરવા માંગ કરવામાં આવી છે.