સદનસીબે કોઈ જાનહાની નહિ, મોટું નુકસાન થયું, બ્લાસ્ટનું કારણ અકબંધમોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ એક સેનેટરીની ફેકટરીમાં ગત મોડી રાત્રે કિલનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. જો કે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી રોડ ઉપર આવેલા વોટેરો સેનેટરી નામના કારખાનામાં ગત મોડી રાત્રે કોઈ કારણસર કિલનમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે વચ્ચેનો 20 મીટરનો જે ફાયરિંગ ઝોન હોય તેમાં મોટી નુકસાની સર્જાય છે. જો કે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. આ અંગે ભરતભાઇ ભેંસદડીયાએ જણાવ્યું કે ક્યાં કારણે બ્લાસ્ટ થયો તે હજુ સામે આવ્યું નથી. આજે એફએસએલ તપાસ અર્થે આવશે.