મોરબી : મયુર નેચર ક્લબ મોરબી દ્વારા આગામી તા. 6-7-2025ના રોજ સવારે 8 થી 12 સુધી મોરબી ખાતે શનાળા રોડ, નવા હાઉસિંગ બોર્ડ સામે, માર્કેટિંગ યાર્ડનાં દરવાજા પાસે, આર ડી સી બેન્કના દરવાજે હરડે પ્રચાર કેન્દ્રનાં પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનાં સહયોગથી ગરમાળાની સીંગનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. જેમાં વહેલા તે પહેલાનાં ધોરણે આ વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે, વિવિધ રોગોમાં ગરમાળાનાં અનેક ઉપયોગ છે, વિશેષ કરીને નાના બાળકોને કબજિયાતથી ત્વરિત રાહત આપવા માટે અસરકારક ઔષધિ તરીકે ગરમાળો ખુબ ઉપયોગી છે. ત્યારે વધુ જાણકારી માટે મયુર ક્લબનાં સભ્ય જીતુભાઇ ઠક્કરનો મોબાઈલ નં. 92285 83743 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.