મોરબી : નવા સોફ્ટવેરની કામગીરી માટે તારીખ 7 જુલાઈ ને સોમવારના રોજ મોરબી જિલ્લાની વિવિધ પોસ્ટ ઓફિસની તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે. જેમાં મોરબી મુખ્ય ડાકઘર, મોરબી લાલ બાગ પોસ્ટ ઓફિસ, શક્ત શનાળા સબ પોસ્ટ ઓફિસ, માળિયા સબ પોસ્ટ ઓફિસ, દહીંસરા સબ પોસ્ટ, જેતપર સબ પોસ્ટ ઓફિસ અને તેમના તાબાની તમામ ગામડાની બ્રાંચ પોસ્ટ ઓફિસની તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે. જેની નોંધ લેવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા જણાવાયું છે.મહત્વનું છે કે, એડવાન્સ પોસ્ટલ ટેક્નોલોજી રોલ આઉટ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ તમામ પોસ્ટ ઓફિસમાં 8 જુલાઈથી અમલમાં આવશે. આ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે 7 જુલાઈના રોજ યોજના મુજબ ડાઉન ટાઈમ નક્કી કરાય છે. જેથી આ દિવસે પોસ્ટ ઓફિસમાં કોઈ પણ જાહેર લેનદેન થશે નહીં.