શનિવારે તાજીયા પડમાં આવશે, રવિવારે ટાઢા થશે,અખાડા કમિટી સાથે પોલીસની બેઠક યોજાઈમોરબી : મુસ્લિમ સમાજના મોહરમ માસ નિમિતે આગામી શનિવારે તાજીયા પડમાં આવશે અને રવિવારે તાજીયા ટાઢા થનાર છે ત્યારે કલાત્મક તાજીયા માટે મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા છેલ્લા બે માસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોરબી શહેરમાં દાયકાઓથી 11 તાજીયા યોજાઈ છે જેમાં અલગ અલગ મહોલ્લામાં હાલમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બીજી તરફ સીટી એ ડિવિઝન પોલીસ દ્બારા તાજીયા અખાડા કમિટી સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.મોરબી શહેરમાં મોહરમ માસ નિમિતે મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં શબીલના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આગામી શનિવારે તાજીયા પડમાં આવનાર હોય કલાત્મક તાજીયા નિર્માણ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોરબી શહેરમાં મોચીશેરી , ભવાનીચોક, સરગીયા શેરી, સિપાઈ શેરી, મચ્છી પીઠ, નાની બજાર, કાલિકા પ્લોટ, ફૂલછાબ ચોક (વીસીપરા) અને જોન્સનગર, મકરાણીવાસ, મતવા ચોક સહિતના 11 વિસ્તારમાંથી તાજિયા નીકળશે. નોંધનીય છે કે, સેવાભાવી મુસ્લિમ યુવાનો દ્વારા છેલ્લા બે મહિનાથી રાતદિવસ મહેનત કરી તાજીયા બનાવવામાં આવી રહ્યા છે.દરમિયાન શાંતિ પૂર્વક તાજીયા યોજાઈ તે માટે સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે તાજીયાના આયોજક સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં સમયસર દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂટ પર તાજીયા પસાર કરવા,તાજીયા પસાર કરતી વખતે સાવધાની સાથે ઇલેક્ટ્રીક વાયર ઉંચા કરવામાં સાવધાની રાખવી સહિતની બાબતો અંગે તાજીયા આખાડાની મીટીંગ મળી હતી.નોંધનીય છે કે, મોરબીમા છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી તાજીયા યોજાઈ રહ્યા છે જેમાં નકશીકામ, લાઇટિંગ સહિતની જીણી જીણી કોતરણી સાથેની ડિઝાઇનવાળા તાજીયા નિર્માણ કરવા હાલમાં આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું જણાવી રહ્યા છે.