મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે શખ્સની એસઓજીએ PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કૈફી ઔષધોનો વેપાર અટકાવવા અધિનિયન 1988 હેઠળ પ્રપોસલ તૈયાર કરી અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગરની કચેરી તરફ મોકલતા તેઓ તરફથી મંજૂરી મળતા એસઓજી ટીમે બે શખ્સ નાથાભાઈ ભલાભાઈ મકવાણા અને પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી સુરત અને વડોદરા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.