અન્ય એક યુવતી સહિત બે લોકોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈમોરબી : મોરબી શહેરમાં રીક્ષામા પેસેન્જર તેમના ખિસ્સામાંથી રોકડ રૂપીયાની ચોરી કરનાર ટોળકીના બે શખ્સોને એ ડિવિઝન પોલીસે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં અન્ય એક યુવતી સહિત બે લોકોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સીએનજી રીક્ષા ચાલક તેમજ તેમાં પેસેન્જર તરીકે બેઠેલ આરોપીઓએ ફરીયાદીના ખીસ્સામાંથી રોકડા રૂ.૧૮૦૦૦/- નજર ચુકવી ચોરી કરી લીધા હોવાનો બનાવ બન્યો હતો. જે મામલે તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે રાજકોટ તરફથી એક સીએનજી રીક્ષા ચાલક મોરબી તરફ આવતો હોય, જેના આધારે પોલીસે રાજપર ચોકડી ખાતેથી તેને પકડી લીધો હતો. પોલીસે રીક્ષાચાલક લાલજીભાઇ ચિમનભાઈ ચુડાસમા રહે- કુબલીયાપરા, ચુનારાવાડ ચોક, રાજકોટ, પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી રહે-કુબલીયાપરા, ચુનારવાડ ચોક રાજકોટવાળાને પકડી લીધા છે. અને તેની પાસેથી રીક્ષા નં. GJ-36-W-1322 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩૫૦૦/- મળી કુલ રૂ.૫૩,૫૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે.આ બનાવમાં આકાશ સોલંકી રહે- ઘંટેશ્વર પચીસ વારીયા, રાજકોટ, મનીષાબેન પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલ છે. આ ટોળકી પોતાની સીએનજી રીક્ષામા લોકોને પેસેન્જર તરીકે બેસાડી ઉલ્ટી જેવા બહાના કરી તેમજ ધક્કા મુકી કરી પેસેન્જર નુ ધ્યાન ભટકાવી નજર ચુકવી ખીસ્સામાંથી રોકડા,મોબાઇલ કાઢી લેવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતી હોવાનું ખુલ્યું છે.આ કામગીરીમાં પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઈ જે.સી.ગોહિલ, એ.એસ.આઇ સવજીભાઇ દાફડા, એ.એસ.આઇ કિશોરભાઈ મિયાત્રા, એ.એસ.આઇ વિજયદાન ગઢવી, પો.હેડ કોન્સ. હિતેષભાઇ ચાવડા, પો.કોન્સ. પ્રદીપસિહ ઝાલા, પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, રવીભાઇ ચૌધરી તથા જયદીપભાઇ ગઢવી તથા અશ્વિનસિંહ રોકાયેલ હતા.