પુત્ર કામ ન કરતો હોવાથી ઝઘડો થતા પિતાએ દોરીથી ગળેટૂંપો આપી દીધોહળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે રહેતા પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયા બાદ પિતાએ પુત્રને દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં મૃતકના પિતરાઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા દેવજીભાઈ કરશનભાઇ સોલંકી અને તેમના પુત્ર મનોજ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોય ગઈકાલે પણ બન્ને પિતાપુત્ર વચ્ચે ઝઘડો થયા બાદ પુત્ર મનોજ ખાટલામાં સુઈ ગયા બાદ જાગતો ન હોય આરોપી દેવજીભાઈએ તેમના ભાઈના પુત્ર દિનેશ મગનભાઈ સોલંકી રહે.મોરબી વાળાને ફોન કર્યો હતો.બીજી તરફ આ ઘટના બાદ ફરિયાદી દિનેશભાઇ મગનભાઈ સોલંકી ચરાડવા ખાતે આવી પહોંચ્યા હતા અને પોલીસ પણ બનાવ સ્થળે આવી હોય મૃતક મનોજના ગળાના ભાગે દોરીની છાપ હોવાનું અને આડોશી પાડોશીઓએ પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હોવાની વાતને સમર્થન આપતા હાલમાં હળવદ પોલીસે પુત્રની હત્યા મામલે આરોપી દેવજીભાઈ સોલંકી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.