સ્કુટરનું ટાયર દટાઈ જાય એવડા ખાડા પાણી ભરેલું હોવાથી દેખાતા નથીમોરબી : મોરબીના આલાપ રોડ ઉપર જીવલેણ ખાડા મોટી દુર્ઘટના સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં અહીં અનેક વાહનચાલકો પડ્યા હોવાના બનાવ સામે આવ્યા છે. આ રોડ ઉપર આજે એક મહિલા તેના પુત્રને સ્કૂલેથી તેડીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ ખાડાના કારણે તેઓ પડ્યા હતા. જો કે સદનસીબે તેઓને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી. આ મહિલાએ જણાવ્યું કે ગઈકાલે પણ બે બાઈકચાલકો આ ખાડામાં પડ્યા હતા. આ ખાડાની માથે પાણી ભરેલું હોવાથી ખાડા દેખાતા નથી. હવે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની ? કોઈનો પરિવારનો માળો વિખાશે તો મહાપાલિકા જવાબદારી લેશે ? મહાપાલિકા તાત્કાલિક આ ખાડાનું રીપેરીંગ કામ કરાવે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.