મોરબી : મોરબીમાં ગાંજા સાથે બે શખ્સ પકડાયા બાદ ત્રીજા શખ્સનું નામ ખુલ્યું હોય, જે છ મહિનાથી ફરાર હતો. તેને ટંકારા પોલીસે આદિપુરથી પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગત તા. તા.૧૪ ડિસેમ્બરના રોજ ટંકારા શાક માર્કેટમાથી એસઓજી ટીમે હુશેનભાઇ ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી ઉ.વ.૨૩ને ૧.૪૩ કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવ્યો હતો. જે ગુનામાં સહ આરોપી તરીકે નિજામભાઇ ઇબ્રાહીમભાઇ આમરોણીયા જાતે ઉ.વ.૨૪ની ધરપકડ કરવામા આવી હતી. તેમને ગાંજો સપ્લાય કરનાર તરીકે સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયા રહે. હાલ-ગાંધીધામ વાળાનું નામ ખુલ્યું હતુંજે આરોપી અંગે અવાર નવાર તપાસ કરવા છતા છેલ્લા છ મહીનાથી ફરાર હોય જે આરોપી હાલમાં કચ્છના આદિપુર ખાતે હોવાની હકીકત આધારે ટંકારા પોલીસે ત્યાં જઈ સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયાની ધરપકડ કરી છે.