5 જુલાઈ સુધીમાં માર્કશીટ જમા કરાવવા અનુરોધ કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશેમોરબી : મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજનો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી દરેકમાં વર્ષ 2024-25 માં પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં 1 થી 3 નંબર આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે.આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં મોરબી શહેર અને મોરબી જિલ્લાના તાલુકામાં વસતા દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. દરેક વિદ્યાર્થીઓને તારીખ 5-7-2025 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ નકલમાં પાછળ નામ તેમજ મોબાઈલ નંબર લખી પહોંચતી કરવા જણાવાયું છે. માર્કશીટની નકલ આપવા માટે મંડળના પ્રમુખ, સભ્યો, હોદ્દેદારો તેમજ કાર્યાલય શિવ ડિજિટલ, શિવમ પ્લાઝા, મિલન પાર્ક, મહેન્દ્રનગર, મોરબી-2 ખાતે પ્રમુખ તેજશગીરી મો. નં. 98795 90146 તથા ગોસ્વામી ન્યૂઝ એજન્સી, સરદારબાગ પાસે, શનાળા રોડ, મોરબી તથા મોમાઈ ડેરી એન્ડ બેકરી, મીરા પાર્ક, વાવડી રોડ, મોરબી તથા ગુરૂકૃપા સિલેકશન, તખ્તસિંહજી રોડ, મોરબી ખાતે જમા કરાવવા જણાવાયું છે. સમારોહને સફળ બનાવવા બળવંતગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.