મોરબી : પંજાબની સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સીલ દ્વારા મિટ્ટીકુલના સ્થાપક અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મનસુખભાઈ પ્રજાપતિ સાથે એક પ્રેરક સત્રનું આયોજન કર્યું હતું. જેમાં પંજાબના મોગા વિસ્તારના 40 કુંભાર કારીગરોને મનસુખભાઇ પ્રજાપતિ દ્વારા ડિઝાઇન નવીનતા અને ઓટોમેશન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કારીગરો સમયની માંગ પ્રમાણે માટીની વસ્તુઓ બનાવે અને તેઓનો વ્યવસાય સારો રહે તેવા આશય સાથે આ સત્ર યોજાયું હતું.