મોરબી : ઈન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ગત તારીખ 29 જૂન ને રવિવારના રોજ ફ્રી સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હોમિયોપેથિક, વોટર થેરાપી, પ્રાણીક હીલીંગ, એક્યુપંચર દ્વારા દરેક રોગની સારવાર ડો. નિલેશ ગામી તથા ડો. નિકુંજ ગૌસ્વામી અને મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબની દવા પણ ફ્રી આપવામાં આવી હતી.આ કેમ્પમાં આશરે 201 દર્દીઓએ લાભ લીધો હતો. ડો. નિલેશ ગામી દ્વારા આ 26મો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ તકે ઈન્ડીયન લાયન્સ ક્લબના ભાવેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે 26 વર્ષથી ડો. નિલેશ ગામી દ્વારા અવિરત સેવા આપી ઈન્ડીયન લાયન્સ ક્લબને ખૂબ જ સહકાર આપ્યો છે. આ તકે દરેક સેવાભાવી ડોક્ટર અને સ્ટાફનું ક્લબ દ્વારા બહુમાન કરાયું હતું. આ કેમ્પને સફળ બનાવવા હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, ધીરુભાઈ સુરેલીયા, કિશોરભાઈ પલાણ, શશીભાઈ મહેતા, અલ્પાબેન કક્કડ તથા અજયભાઈ કક્કડે જહેમત ઉઠાવી હતી.