મોરબી : મોરબીના ઝીંઝુડા સ્થિત સિદ્ધ સંત કાનસ્વામી મહારાજની જગ્યાએ આગામી તારીખ 10 જુલાઈ ને ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 9-30 થી 10-30 સુધી ગુરુ વંદના થશે. 10-30 થી 11-30 સુધી પાદુકા પૂજન કરવામાં આવશે. બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. ત્યારબાદ 12-30 કલાકે સૌ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં સર્વે સેવક ગુરુભાઈઓને સહ પરિવાર પધારવા મહંત સરસ્વતી માતાજી અને સેવક પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.