માળિયા (મિયાણા) : તાલુકાના ખાખરેચી ગામે આવેલી ત્રિકમ સાહેબની જગ્યા ખાતે આગામી તારીખ 10 જુલાઈ ને ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે 7-30 કલાકે સંધ્યા આરતી થશે. ત્યારબાદ સાંજે 8 કલાકે બટુક ભોજન તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સંતવાણી કલાકાર હેમંતભાઈ સોલંકી, નીતિનભાઈ શુક્લા અને સેવાદાસબાપુનું ગ્રુપ, સાહિત્ય કલાકાર કાંતિબાપુ ભજનની રમઝટ બોલાવશે. તો આ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં પધારવા સૌને નિમંત્રણ પાઠવાયું છે.