સત્સંગ, સંતવાણી, ગુરુપૂજન સહિતના કાર્યક્રમો યોજાશેથાન : થાનગઢના જોગધ્યાનપુરા આશ્રમ ખાતે આગામી તારીખ 9 અને 10 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ)ના આશીર્વાદથી ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.ગુરુ પૂર્ણિમા નિમિત્તે તારીખ 9 જુલાઈ ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર પિયુષ મિસ્ત્રી, વનીતા પટેલ અને પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. 9 જુલાઈના રોજ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી સંપુટનું આયોજન કરાયું છે. જેમાં નકલંક ગૌ સેવા સંપુટ મંડળ દ્વારા સંપુટ યોજાશે. 10 જુલાઈને ગુરુવારના રોજ સવારે 7-30 કલાકે બાપુની ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારબાદ સવારે 9 કલાકે ગુરુપૂજન વિધિ થશે. 10 કલેક ધ્વજાજી આરોહણ વિધિ કરવામાં આવશે. બપોરે 12 કલાકે ભક્તો માટે ગુરુ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં પધારવા સૌ ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.