ટંકારા : જોગ આશ્રમ નવનિર્મિત સમિતિ લજાઈ દ્વારા રાજકોટ મોરબી હાઇવે લજાઈ ખાતે આવેલ જોગ આશ્રમે તા. 10-7-2025ને ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 7 કલાકે ગુરુ પૂજન, સવારે 9:30 કલાકથી (નકલંક સંપુટ મંદિર/ વીરપુર સંપુટ મંડળ) સુંદરકાંડના પાઠ, સાંજે 6:30 કલાકે મહાઆરતી તથા સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ ગુરુભક્તોને આ ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.