મોરબી : મોરબીના જુના જાંબુડીયા પાસે પેટ્રોલ પંપની સામે આજે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને બન્ને પગ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાઇક સવારનો એક પગ ટ્રેલરના ટાયર નીચે આવી ગયો હતો. તેને તુરંત 108 મારફત સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.