મોરબી : મેઘરાજાએ ફરી એક વખત સૌરાષ્ટ્રની વાટ પકડી છે ત્યારે ગુરુવારે સવારે 6થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન મોરબી જિલ્લામાં પા ઇંચથી લઈ બે ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે.મોરબી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ ગુરુવારે સવારે 6થી રાત્રીના 8 સુધીમાં સૌથી વધુ વરસાદ મોરબીના હળવદ તાલુકામાં 49 મીમી, ટંકારામા 30 મીમી, વાંકાનેરમાં 13મીમી અને મોરબીમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.