મોરબી : મોરબી જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે 10:45 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે. જો કે એક ઝાપટુ આવ્યા બાદ હવે માત્ર છાંટા આવી રહ્યા છે. સવારથી બફારો પણ અનુભવાઈ રહ્યો હતો. તેવામાં વરસાદે ટાઢક ફેલાવી છે.