સરકારને 25 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ અપાયું, ત્યારબાદ સભા, રેલી અને આવેદનો આપવાની જાહેરાતમોરબી : રાજ્યમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે શરૂ થયેલ પાટીદાર આંદોલન પાર્ટ-2 અંતર્ગત સમિતિ દ્વારા શિક્ષણની સુવિધાને લગતી 15 માંગણીઓ સાથે સરકારને રજુઆત કરવામાં આવી છે. સરકારને 25 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ અપાયું છે. ત્યારબાદ સભા, રેલી અને આવેદનો આપવાની જાહેરાત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયુ છે કે ગુજરાત રાજયના ગરીબ, ખેડુત, મજુર તેમજ મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં(ફ્રી) શિક્ષણ લઈ રહ્યા છે. જેને સુધારવામાં આવે. ૧) શાળાના બાંધકામ (આધુનિક) જોઈએ છે, ૨) શિક્ષકોનો સ્ટાફ પુસ્તો જોઈએ છે. 3) લોબોરેટરી, લાઈબ્રેરી, કમ્પુટર રૂમ, વ્યાયામ રૂમ, ગ્રાઉન્ડ, સ્વીમીંગ પુલ, તેમજ પાર્થના ખંડ, ભોજનાલય ખંડ, ગાર્ડન જોઈએ છે. ૪) તંદુરસ્ત અને પૌષ્ટીક આહાર (ગુજરાતી થાળી) જોઈએ છે. ૫) રમત ગમતના સાઘનો તેમજ શિક્ષકો અને ગ્રાઉન્ડ જોઈએ છે. ૬) શુદ્ધ પીવાનુ પાણી, સંડાસ, મુતરડી જોઈએ છે. ૭) સીક્યુરીટી ગાર્ડ, C.C.T.T કેમેરા, કાયર સિસ્ટમ તેમજ પટાવાળા જોઈએ છે. ૮) વિદ્યાર્થીના ટ્રાન્સપોર્ટ માટે વાહનો જોઈએ છે. 6) NCC અને આર્મી ટ્રેનિંગ ફરજીયાત જોઈએ છે. ૧૦) શિક્ષકો માટે ડ્રેસ ફરજીયાત કરવો. ૧૧) કોમ્પ્યુટર યુક્ત આધુનીક શિક્ષણ જોઈએ છે. ૧૨) અવાજ, ઘોઘાટ, પ્રદુષણથી દુર શાંત વાતાવરણ જોઈએ છે. ૧૩) બંધારણનો વિષય ફરજીયાત જોઈએ છે. ૧૪) સરકારી પગારવાળાના બાળકોના એડમીશન ફરજીયાત સરકારી સ્કુલમાં જ હોવા જોઈએ. ૧૫) રોજગારીલક્ષી ટ્રેનિંગ સાથેનું શિક્ષણ જોઈએ છે.આ મામલે નિલેશભાઈ એરવાડિયાએ જણાવ્યું કે સરકાર સમક્ષ કુલ 10 માંગણી છે. જે પૈકીની એક મુખ્ય માંગણી છે તેમાં આ 15 સુવિધાઓ વિકસાવામાં આવે તેવી માંગ છે. જો 25 ઓગ્સ્ટ સુધીમાં સરકાર આ માંગ નહિ સ્વીકારે તો આવેદન, રેલી, સભા જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.