મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 2 જુલાઈ ને બુધવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, સીંગદાણા, રાય, ચણા, કાળા તલ અને તુવેર તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 706 ક્વિન્ટલ એટલે કે 3530 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1950 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 737 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 530 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1040, જીરુંના 3820, બાજરાના 442, જુવારના 806, સીંગદાણાના 1415, રાયના 1296, ચણાના 1103, કાળા તલના 3466 અને તુવેરના 1247 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1100 રૂપિયા, રીંગણાના 1000 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 450 રૂપિયા, કાકડીના 900 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 600 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.