મોરબી : મોરબીમાં હાલ વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર વાળા રોડનું કામ ચાલી રહ્યું છે. જેને કારણે વિજય ટોકીઝ, નહેરૂગેટ ચોક, જુના બસ સ્ટેન્ડ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારોમાં દરરોજ ભારે ટ્રાફિક સર્જાઈ છે.આ રોડનું જે કામ ચાલી રહ્યું છે. ત્યાં માત્ર કડ જ ખરાબ હતી. પણ તેના માટે આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી આ રોડના કામને લીધે દરરોજ ભારે ટ્રાફિક સર્જાઈ છે. બીજી તરફ હજુ અંદાજે એકાદ મહિના સુધી આ ટ્રાફિકની હાડમારી લોકોને ભોગવવી પડશે.