મોરબી : મોરબી નજીકના રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા દ્વારકા નજીકના શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ કરવામાં આવ્યું હતું. છેલ્લા આઠ વર્ષથી ગોપાલભાઈ પોતાના પરિવાર સાથે અહીં ધજા ચઢાવવા આવે છે અને નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવે છે.આ ધાર્મિક પ્રસંગે તેમના મોટાભાઈ હસુભાઈ, તેમના બહેન જયશ્રીબેન, તેમજ વેવાઈ સહપરિવારમાં જગદીશભાઈ ભાડજા, મુકેશભાઈ ભાડજા, કાંતિલાલ આદ્રોજા, ગુણવંતભાઈ પાંચોટિયા, બળવંતભાઈ કોટડીયા સહિતના પરિવારજનો જોડાયા હતા અને ધાર્મિક વાતાવરણમાં દાદાની પૂજા અર્ચના સાથે ધજારોહણ કરી ધન્યતા અનુભવવા સાથે દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.