માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના વવાણીયા ગામના મૂળ વતની એવા દાતા એન .ડી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા દર વર્ષની દાનપુણ્યની પ્રણાલિકા જાળવી રાખી આ વર્ષે પણ વવાણીયા ગામની કન્યા શાળા તથા તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ બાલ વાટિકા થી 8 માં અભ્યાસ કરતા આશરે 550 જેટલા વિદ્યાર્થી ભાઈ- બહેનોને ખુબ સારી ક્વોલિટી વાળા અર્ધો ડઝન ફૂલસ્કેપ ચોપડા તથા નોટબુક દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ફ્રી વિતરણ કરી ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી.આ તકે કન્યા શાળા તથા તાલુકા શાળાના સારસ્વત વૃંદ એવા શિક્ષક ગણ તથા બાળકોના વાલીઓ દ્વારા એન. ડી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ મહેતાની સેવાને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.