ટંકારા : 28 જૂન ને શનિવારના રોજ ટંકારા તાલુકાની ગણેશપર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દરમિયાન શાળાને ભામાશા જેવા દાતાઓએ લોક ફાળો આપી શાળા માટે અને વિદ્યાર્થીઓ માટે પોતાની લાગણી બતાવી હતી. શિવલાલ મનજીભાઈ ગોસરાએ પોતાના માતા સ્વ. મોતીબેન મનજીભાઈ ગોસરાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સ્વરૂપે શાળાના બાળકોને રૂપિયા 28,844 ના કિંમતની 200 નંગ સ્ટીલની ડિસ ભેટ આપી હતી. જ્યારે શાળાના શિક્ષક સ્વપ્નાબેન ગઢીયા દ્વારા શાળા માટે રૂપિયા 10,000 ની રકમ આપી હતી. ગણેશપર ગામના સામાજિક આગેવાન એવા ભગવાનજીભાઈ ગણેશભાઈ ચૌધરીએ શાળાને રૂપિયા 5000 નું અનુદાન આપ્યું હતું. તેમજ શાળાના મધ્યાન ભોજન સંચાલક અવચર નાનજીભાઈ ભાગીયાએ પ્રવેશોત્સવ માટે મંડપ સર્વિસના દાતા તરીકે તેમજ દિનેશભાઈ પાલરીયાએ સાઉન્ડ સિસ્ટમના દાતા તરીકે લોકફાળો આપ્યો હતો. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય દાતાઓએ મળીને રૂપિયા 7300 જેવો લોક ફાળો એકઠો કરી આપ્યો હતો. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય કમલેશભાઈ ગોસરાએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ પ્રવેશોત્સવ દરમિયાન દાતાઓની દિલેરી જોવા મળી હતી.