ઓમ શાંતિ સ્કૂલના બાળકોએ હોસ્પિટલની મુલાકાત લીધી મોરબી : મોરબીમાં ભાડેસિઆ નવજાત શિશુ/બાળકો તથા ડેન્ટલ હોસ્પિટલ તરફથી 1 જુલાઈ, 2025ના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન OPDમાં આવેલ તમામ બાળકોને નાનકડી ગિફ્ટ આપી એમના ચહેરા પર સ્મિત લાવવામાં આવ્યું હતું. આરોગ્ય સેવાને વેદનાવિહોણી અને સ્નેહમય બનાવવાનો આ નાનો પ્રયાસ દર્દી બાળકો માટે ખૂબ મહત્વનો બની રહ્યો હતો. “ઓમ શાંતિ સ્કૂલ”માંથી આવેલા નાના ભૂલકાઓને પણ ભેટ આપવામાં આવી હતી અને એમની આંખોમાં જોવા મળેલી ખુશી આખા દિવસની સૌથી મીઠી ક્ષણ બની રહી. ભૂલકાઓ એ ડોક્ટર ડે નિમિત્તે ડોક્ટરને કાર્ડ આપીને શુભેચ્છા પાઠવી હતી.