મોરબી : મોરબીના પંચાસર રોડના ખૂણે આજે એસટી બસની એક બસ ફસાઈ ગઈ હતી. અહીં વણાક વાળતી વેળાએ બસ કોમ્પ્લેક્ષના છજામાં અટકાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. વધુમાં આ જગ્યાએ પહેલા પણ એક બસ ફસાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.