મોરબી : મોરબીના ભરતપુર રોડ ઉપર બે દિવસ પૂર્વે ડબલ સવારી બાઈક લઈને જઈ રહેલા પરપ્રાંતીય શ્રમિકને ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઇજાઓ પહોચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - ભરતનગર રોડ ઉપર હરિપર કેરાળા ગામના પાટિયા પાસે ગત તા.29ના રોજ બાઈક લઈને જઇ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની બેટુભાઈ સુરેશભાઈ પારધી અને વીરેન્દ્ર હીરાલાલ સેનના બાઇકને જીજે - 12 - એઝેડ - 0163 નંબરના ટ્રેઇલર ચાલકે પાછળથી ટક્કર મારતા બેટુભાઈ પારઘીનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી વિરેન્દ્રભાઈને ઇજાઓ પહોંચી હોય ટ્રેઇલર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.