શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી અર્ધ હાલતમાં દર્દી ઇમરજન્સીમાં દાખલ થયા હતા, ડો.સત્યરાજસિંહ જાડેજાએ સફળતાપૂર્વક સારવાર કરી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની આયુષ હોસ્પિટલમાં ફેફસાના જીવલેણ રોગના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી અર્ધબેભાન હાલતમાં એક દર્દી આવ્યા હતા. જેને વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે.આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ 29 જૂનને રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટથી મોરબી પ્રસંગોપાત આવ્યા હતા. આ દરમિયાન દર્દીને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન લઈ શકવાની તકલીફ સાથે આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 50% જ હતું અને એમને એક્યુટ રેસ્પયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (ARDS) નામનો ફેફસાનો અતિ ગંભીર અને જીવલેણ રોગ લાગુ પડેલો છે.ડો.જાડેજા દ્વારા દર્દીને તાત્કાલીક વેન્ટિલેટર મશીન પર મૂકવામાં આવ્યા અને સચોટ નિદાન - સારવાર કરવામાં આવી હતી. એટલે માત્ર 3 દિવસમાં દર્દીને નવજીવન મળ્યું , આજે 2 જુલાઈના રોજ દર્દીને હોસ્પિટલમાંથી રજા મળતા, દર્દીએ મને નવજીવન આપ્યું છે એમ કહી ખૂબ ભાવુક થઈને ડૉ સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલનો ખરા હૃદયથી આભાર માન્યો હતો.