હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજાએ સારા વરસાદની કરી આગાહીટંકારા : મોરબીના ટંકારાના નેસડા (ખાનપર) ગામના હનામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજાએ આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. કિશોરભાઈ ભાડજાના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લા સહિતા રાજ્યભરમાં 5 જુલાઈથી સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે.કિશોરભાઈ ભાડજાના જણાવ્યા પ્રમાણે, સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 05-07-2025 અષાઢ સુદ દશમ ને શનિવાર રાત્રે 5:48 મિનિટે બેસે છે. ચંદ્ર નક્ષત્ર વિશાખા વાહન અશ્વ છે. સૂર્ય નક્ષત્ર પુનર્વસુ બેસતા સૌરાષ્ટ્ર કચ્છમાં આખા ગુજરાતમાં 3 અને 4 જુલાઈ છૂટો છવાયો વરસાદની શરૂઆત થશે અને 5 થી 10 જુલાઈ એટલે કે અષાઢ સુદ દશમથી પૂનમ સુધીમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે. અષાઢ સુદ પૂનમને દિવસે ચંદ્ર નક્ષત્ર પૂર્વષાઢા છે જો પૂર્વ ષાઢા ધડકીયા (ગાજીયા) તો નદીયુમા નીર ન સમાઈ પુનર્વસુ નક્ષત્ર આખું સાર્વત્રિક વરસાદ થશે અને નદી નાળામાં નવા નીરની પુષ્કળ આવક થશે. પુનર્વસુ નક્ષત્ર ઉતરતા અને પુષ્પ નક્ષત્ર બેસતા અને પુષ્પ નક્ષત્ર ઉતરતા પણ સારા વરસાદના રાઉન્ડની સંભાવના છે. પુનર્વસુ અને પુષ્પ બંને નક્ષત્રને વાદીલા નક્ષત્રથી ઓળખાય છે. વરશે તો બંને નક્ષત્ર વરશે અને વાઈ (ખાલી હવા ફેંકાઈ) તો બંને નક્ષત્ર વાઈ. આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે. બાકી બધુ કુદરતને આધીન હોવાનું હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજા (મો.નં. 9586590601) જણાવી રહ્યા છે.