સ્થાનિકોની અનેક રજુઆત પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ, આંદોલનની ચીમકીમોરબી : મોરબીના પંચાસર રોડ પાસેની શિવમ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીનું વિતરણ થઈ રહ્યું હોય સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીના પંચાસર રોડ પાસે શિવમ પાર્ક સોસાયટી આવેલ છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી અતિ ગંદુ અને દુર્ગંધયુકત પાણી આવે છે. આ પાણી પીવા તો ઠીક વાપરવા લાયક પણ નથી. જેથી સ્થાનિકોને ના છૂટકે ટેન્કર મંગાવવા પડે છે. આ મામલે તંત્રને અવારનવાર રજૂઆતો કરી છે પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અધિકારીઓએ ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું છે. હવે આ મામલે કોઈ પગલાં નહિ લેવાય તો આંદોલન કરવામાં આવશે.