મોરબી : કેન્દ્ર સરકારની પીએમ પોષણ શકિત નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને કલેકટર તંત્ર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્ન પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ તરીકે રાષ્ટ્ર સેવામાં રાજ્ય સરકારના નિયષ્ઠન માનદ સેવકો તરીકે રાજ્યની ૩૨૦૦૦ શાળાઓમાં આવેલ કિચન કમ શેડ કિંચન ગાર્ડનમાં માનદ સેવા આપતા વેતનની દ્વષ્ટિએ સહુથી નાના કર્મીઓ છીએ. ત્યારે યોજનાના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ અને કર્મીઓના પ્રશ્નોનો નિવેડો આવે તેવું ઇચ્છીએ છીએ. જેમાં યોજનાનું ખાનગીકરણ તાકીદે રોકવા, યોજનામાં સમયસર અને ઉત્તમ જથ્થો ઉપલબ્ધ કરાવવા, યોજનાના શાળા કક્ષાએ કામ કરતા સંચાલકને શાળા સહાયકનો દરજ્જો મળે, માનદ વેતનની સમાન ચુકવણી મળે, આકસ્મિક ઘટનાઓમાં વળતર અને ઇલાજની જોગવાઈ, શ્રમ અને રોજગાર વિભાગના તમામ લાભો મળે તેવી માંગ છે.