મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 05046/05045 રાજકોટ- લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [9-9 ટ્રીપ્સ]ટ્રેન નંબર 05046 રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ ને 7 જુલાઈ થી 1 સેપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 6 જુલાઈ થી 31 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 05046 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2 જુલાઈ, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને પરિચાલન અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.તેમ યાદીમાં જણાવાયું છે.