ઝોન નં. 3ની વિઝીટ કરી SWM શાખાની સફાઈ કામગીરી ડોર ટુ ડોરના વિવિધ વાહનો તથા કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરાયુંમોરબી : મોરબી મહાનગરપાલિકાની ઓફીસ ટીમ દ્વારા તા. 30-6-2025ના રોજ ઝોન નં. 3ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં SWM શાખાની સફાઈ કામગીરી ડોર ટુ ડોરના વિવિધ વાહનો તથા કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરબાર ગઢ, રામઘાટ, બ્રાહ્મણની ભોજનશાળા, ગઢની રાંગ, રોહિલા પીરની દરગાહના GVP Pointની વિઝીટ કરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. 24-6-2025થી 30-6-2025 દરમ્યાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા 48 આસામી પાસેથી 24,300 તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂ. 4500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા 1 આસામી પાસેથી રૂ. 500, જાહેરમાં થૂંકનાર 2 આસામી પાસેથી રૂ. 200 તથા ખુલ્લામાં urination કરતા 2 આસામી પાસેથી રૂ. 300નો દંડ વસુલવામાં આવ્યો. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સર્કિટ હાઉસ, રવાપર ગામ ખાતે આવેલ તળાવ, એસ.પી.રોડ, રબારીવાસ, લુવાણાપરા ખાતે આવેલ નાલાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.