મોરબી : ચોમાસુ શરૂ થતા જ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી તેમજ જે વિસ્તારમાં વધારે પાણી ભરાતા હોય તેવા રેડ ઝોન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં કબ્રસ્તાન રોડ પર વીસી સ્કૂલ પાછળ, એસપી રોડ પર, માળિયા વનાળીયા, પાવન પાર્ક-2, જલિયાણ એપાર્ટમેન્ટ તેમજ વિવિધ જગ્યાઓ પર પાઇપ તેમજ ચેમ્બર બનાવી પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન કરાયું હતું. તેમજ આગામી સમયમાં બાકી રેડ ઝોન વિસ્તારમાં કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.