ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્મશાન નજીક પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા અને આરોપી બાબુભાઇ મોહનભાઇ સારેસાએ અગાઉ બાંધકામનો સામાન ભાગીદારીમાં ખરીદ્યો હોય જેમાં લાકડાના બે પાટિયા બાબુભાઇ સારેસા પાસે રહી ગયા હોવાથી ગત તા.28ના રોજ ફરિયાદી કિશોરભાઈએ બાબુભાઇને પોતાના બે લાકડાના પાટિયા પરત આપવાનું કહેતા આરોપી બાબુભાઈએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.