મગફળીના સતત નીચે રહેતા ભાવથી ખરીફ સીઝનમાં ખેડૂતોએ કપાસ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યોમોરબી : મોરબી જિલ્લામાં ચોમાસાના સમયસરના આગમન સાથે જ મોટાભાગના તાલુકામાં વાવણી યોગ્ય વરસાદ વરસી જતા તા.27 જૂન સુધીમાં મોરબી જિલ્લામાં ખરીફ સીઝન 2025 અંતર્ગત કુલ 2,31,488 હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે જેમાં ઓણસાલ સૌથી વધુ કપાસનું વાવેતર થયું હોવાનું ખેતીવાડી વિભાગના આંકડા જણાવી રહ્યા છે. જિલ્લામાં ખરીફ સીઝન 2025 અન્વયે જિલ્લાના પાંચેય તાલુકામાં કુલ 61,278 હેક્ટરમાં મગફળી અને 1,62,186 હેક્ટરમાં કપાસનું વાવતેર થયુ હોવાનું સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે.મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ખરીફ સીઝન 2025 અન્વયે મોરબી જિલ્લામાં હળવદ, માળીયા મિયાણા, મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકામાં તા.27 જૂન સુધીમાં કુલ મળી 2,31,488 હેકટર જમીનમાં ખરીફ મોસમનું વાવેતર પૂર્ણ થયું છે. જેમાં 35 હેક્ટરમાં મગ, 505 હેક્ટરમાં તુવેર, 372 હેક્ટરમાં અડદ, 55 હેક્ટરમાં તલ, 1710 હેક્ટરમાં શાકભાજી, 3497 હેક્ટરમાં ઘાસચારો, 61,278 હેકટર જમીનમા મગફળી અને 1,62,186 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું આંકડા જણાવી રહ્યા છે.મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરના આંકડા જોવામાં આવે તો મોરબી જિલ્લામાં 3,12,045 હેકટર જમીનમાં ખરીફ સીઝનનું વાવેતર થાય છે. જો કે, મોરબી જિલ્લામાં વૈવિધ્યસભર પાકોની ઉપજ લેવાને બદલે મોટાભાગના ખેડૂતો ખરીફ સીઝનમાં મુખ્યત્વે મગફળી અથવા તો કપાસ એમ પાકની જ પસંદગી કરતા હોય છે જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં મગફળીના ભાવ સતત 900થી 1200 સુધી જ રહેતા હોવાથી ખેડૂતોએ ઓણસાલ મગફળીને બાય બાય કરી કપાસ ઉપર પસંદગી ઉતારી હોય મગફળીની તુલનાએ કપાસનું વાવેતર 1 લાખ હેકટરથી વધુ વધવા પામ્યું છે.મગફળી અને કપાસના વાવેતરના આંકડાતાલુકો કપાસ મગફળીહળવદ 35,965 23,345માળીયા (મી) 21,900 150મોરબી 45,250 15,450ટંકારા 15,350 19,200વાંકાનેર 43,721 3134કુલ 1,62,186 61,278