છેલ્લા બે દિવસથી પોપડા પડી રહ્યા છે, પારાપેટ ગમે ત્યારે ધરાશાયી થવાની શકયતામોરબી : મોરબીના ગાંધીચોકમાં એક જર્જરિત ઇમારત જોખમી બની છે. આ વિસ્તારમાં સતત ચહલ પહલ જોવા મળતી હોવાથી કોઈ દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં 24 કલાક ધમધમતા એવા શનાળા રોડ ઉપર ગાંધી ચોકમાં રામ રસની બાજુમાં વર્ષો જૂની બિલ્ડીંગ છે. જે જર્જરિત હાલતમાં છે. વરસાદ વચ્ચે છેલ્લા બે દિવસથી આ બિલ્ડિંગના પોપડા પડી રહ્યા છે. અહીં નીચે દુકાનો પણ આવેલી છે. ત્યારે ગમે ત્યારે પારાપેટ નીચે પડે અને નીચે ઉભેલા લોકો ઉપર જીવનું જોખમ ઉભું થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેથી મહાપાલિકા દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.